ગુજરાતમાં ‘વોટ ચોરી’નો મોટો ખુલાસો: કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ, 62 લાખ ભૂતિયા મતદારોનો દાવો – VOTE THEFT CONGRESS CLAIM
સમગ્ર દેશમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં “વોટ ચોરી” ના ષડયંત્ર સામે રસ્તા ઉપર ઊતરી આવી છે. સાત ઓગસ્ટના દિવસે રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે સૌથી મોટા ખુલાસા ડોક્યુમેન્ટ સાથે કર્યા હતા. ત્યારબાદ હવે ગુજરાતમાં પણ “વોટ ચોરી” બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને, ગુજરાતમાં કેવી રીતે વોટ ચોરી થઈ રહી છે અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીથી ભાજપ સાંસદ સી.આર પાટીલના મતવિસ્તારમાં કેટલાક ભૂતિયા વોટ પડ્યા છે તેની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે જો 182 વિધાનસભામાં આ પદ્ધતિથી વોટિંગ થયું હોય તો અંદાજે 62 લાખ વોટ ચોરી થઇ છે.
વધુમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે, “લોકશાહીનો પાયો અને દેશના બંધારણે આપણને મતદાનનો અધિકાર આપે છે. લોકશાહી અત્યારે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ “વોટ ચોરી”ને ખુલ્લું પાડ્યું છે. સાચા કરતા ખોટા મતદારો વધી નથી ગયાને તેની ચિતા ગુજરાતીઓમાં છે. લોકશાહીમાં ‘એક વ્યક્તિ, એક વોટ’નો અધિકાર આપે છે. કોંગ્રેસની ટીમે કરેલા નિરીક્ષણ બાદ ખબર પડી કે મતદાર યાદીમાંમાં ગડબડી થઇ રહી છે. ગુજરાતની આખી મતદાર યાદીની ચકાસણી શરુ કરી તો ઘણા ખુલાસાઓ થયા છે. ગુજરાતમાં એક વ્યક્તિ એકથી વધુ વખત વોટ નાખે છે. આવા ચોરોના કારણે લોકશાહી ખતમ કરવાનું આ ષડ્યંત્ર છે. ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદરા 6 લાખ મતદાર છે, જે પૈકી 2.40 મતદારો ચેક કર્યા તેમાં 30 હજાર મતદારો ભૂતિયા જોવા મળ્યા છે. દેશના કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળતા નેતાના વિસ્તારામાં આ “વોટ ચોરી” થઇ રહી છે. ભાજપ નેતા સંદીપ દેસાઈ ચોર્યાસી વિધાનસભામાં ધારાસભ્ય છે. આ વિધાનસભામાં 12 ટકા મતદારો ભૂતિયા મતદારો છે. જો ચેક કરવામાં આવે તો આ વિધાનસભામાં 75 હજાર જેટલા મતદારો ખોટા હોય શકે છે.”
Read more…