ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધીની મુલાકાત

આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ સ્થળ પર ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો તેમને મળવા માટે પહોંચ્યા હતા.

 

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે સંગઠન સૃજન અભિયાન હેઠળ કોંગ્રેસ પ્રમુખ પ્રશિક્ષણ શિબિરની શરૂઆત કરાવી હતી. દરમિયાન તેમણે શિબિરમાં જિલ્લા પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. આણંદમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ સ્થળ પર ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો તેમને મળવા માટે પહોંચ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ તેમને રાહુલ ગાંધીને મળતા રોક્યા હતા. જોકે બાદમાં રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે મુલાકાત કરીને તેમને શાંત્વના પાઠવી હતી.

રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ ચૂંટાયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આણંદમાં તેમના કાર્યક્રમ સ્થળ પર ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો પણ મળવા માટે પહોંચ્યા હતા. જોકે પોલીસ દ્વારા સુરક્ષા પ્રોટોકોલના કારણોસર તેમને અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા તથા પોલીસ વચ્ચે બોલાચાલી થયાના વીડિયો પણ સામે આવ્યા હતા. જોકે બાદમાં પીડિતોની સાથે રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી અને રાહુલ ગાંધીએ તેમને શાંત્વના પાઠવી હતી અને તમામ પરિવારો સાથે હોવાની અને તેમની ન્યાયની લડાઈને રોડથી સંસદ સુધી લડવાનું આશ્વાસન આપ્યું હતું. રાહુલ ગાંધીના ગંભીરા બ્રિજના મૃતકોના સ્વજનો સાથે મુલાકાતના વીડિયો પણ સામે આવ્યા છે.

બ્રિજ દુર્ઘટનામાં 20 લોકોના મોત
નોંધનીય છે કે, જંબુસર અને આમોદનો જોડતો ગંભીરા બ્રિજ 9 જુલાઈના રોજ તૂટી પડ્યો હતો. બ્રિજનો સ્પાન તૂટી જતા તેના પરથી પસાર થતા વાહન ચાલકો વાહનો સાથે મહિસાગર નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 20 જેટલા લોકોના મોત થયા હતા.

https://www.etvbharat.com/gu/!state/congress-leader-rahul-gandhi-meets-gambhira-bridge-victims-family-in-anand-gujarat-news-gjs25072604219