સિવિલ હોસ્પિટલ તથા પ્લેન ક્રેસની દુર્ઘટના સ્થળની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના આગેવાનો
અમદાવાદમાં મેડિકલ કોલેજ હોસ્ટેલની કેન્ટીન પર વિમાન ક્રેશ થતાં ઘણા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો ઘાયલ થયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી હિમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુ.કો.ના નેતા શ્રી શહેઝાદખાન પઠાણ, ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાડા, પૂર્વ ધારસભ્ય શ્રી ગ્યાસુદીન શેખ તથા વરિષ્ઠ આગેવાનોએ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઘાયલો મળી, તેમના ખબરઅંતર પૂછ્યા તથા મૃતકોના પરિવારને મળી તેમને સાંત્વના પાઠવી હતી. ગુજરાત કોંગ્રેસ પરિવાર બધા ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરે છે. અને અમદાવાદ ખાતે પ્લેન ક્રેસ ની દુઘઁટના સ્થળ ની મુલાકાત કરી