મહાનગરપાલિકા, જીલ્લા, નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી અનુસંધાને અગત્યની મીટીંગ
પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી અમિતભાઈ ચાવડા, AICCના માનનીય સહપ્રભારીશ્રી રામકીશન ઓઝાજી, શ્રી ઉષા નાયડુજી, શ્રી સુભાશીની યાદવજી, શ્રી ભુપેન્દ્ર મારાવીજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા માનનીયશ્રી શૈલેષ પરમાર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ તથા પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રીઓની ઉપસ્થિતિમાં આવનારી જુનાગઢ મહાનગરપાલિકા, બનાસકાંઠા અને ખેડા જીલ્લા પંચાયત, ૭૭ નગરપાલિકા તેમજ ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને નગરપાલિકા પ્રભારીશ્રીઓ, શહેર/જીલ્લા પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા તાલુકા પ્રમુખશ્રીઓની અગત્યની ચૂંટણીલક્ષી મીટીંગ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ.