દાહોદમાં ૬ વર્ષની માસુમ દીકરીની હત્યાના વિરોધમાં ન્યાય પદયાત્રા

સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે સઘન પગલા ભરવાની માંગ સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન થી વિવેકાનંદજીની પ્રતિમા સુધીની ન્યાય પદયાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાઈ હતી. ન્યાય પદયાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, અ.મ્યુ.કોર્પો. ના નેતાશ્રી શેહજાદખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાશ્રી સોનલબેન પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, શ્રી બિમલભાઈ શાહ, ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી અશોક પંજાબી, શ્રી નિશિત વ્યાસ, શ્રી રઘુ દેસાઈ, ડૉ. મનિષ દોશી, શ્રી પંકજભાઈ શાહ, શ્રી બળદેવભાઈ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હેમાંગ રાવલ, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી ઉમાકાંત માંકડ, શ્રી ઈકબાલ શેખ, શ્રી સી.એમ. રાજપુત, શ્રી ભરતભાઈ મકવાણા,  ભૂમન ભટ્ટ, શ્રી કામિનીબેન સોની, શ્રી જ્યોર્જ ડાયસ, શ્રી જગદીશ રાઠોડ, શ્રી હેતાબેન પરીખ, શ્રી નેહલ દવે, શ્રી ભીખુભાઈ દવે સહિત મોટીસંખ્યામાં કાર્યકરો આગેવાનો દીકરીઓને ન્યાય મળે તે માટે ન્યાય પદયાત્રામાં જોડાયા હતા અને બેટી બચાવો કોનાથી ? ભાજપ થી….ભાજપથી… સહિતના સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા.