જનતા સુધી પહોંચવા કોંગ્રેસનું ‘વોક ફોર ઇન્ડિયા’, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પદયાત્રામાં જોડાયા
અમદાવાદમાં જનતા સુધી પહોંચવા કોંગ્રેસે ‘વૉક ફોર ઈન્ડિયા’ની શરૂઆત કરી છે. પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પદયાત્રામાં જોડાયા છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધ્યું છે.
અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની (Gujarat Congress) પદયાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધ્યું. ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહે કહ્યું કે- આમ આદમી પાર્ટી હોય કે ભાજપ અલગ-અલગ પક્ષના લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ભાજપ સાથે મોહભંગ બાદ કોંગ્રેસ સાથે સમાજના તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યા છે. આ સિવાય શક્તિસિંહે જણાવ્યું છે લોકશાહીમાં જનતાના પ્રશ્નો જાણવા માટે પદયાત્રા જરૂરી છે.
મહત્વનું છે કે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત કોંગ્રેસે વોક ફોર ઈન્ડિયા નામથી પદયાત્રા યોજી. અમદાવાદના સરદાર બાગથી રાજીવ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી યોજાયેલ પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિતના નેતાઓ પદયાત્રામાં જોડાયા હતા.
https://tv9gujarati.com/videos/gujarat-videos/gujarat-congress-chief-shaktisingh-gohil-targets-bjp-during-walk-for-india-ahmedabad-832016.html