શહેર જીલ્લા પ્રમુખશ્રીઓની અગત્યની સંવાદ બેઠક

૩૩ જીલ્લા અને આઠ શહેરના કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રમુખશ્રીઓની અગત્યની સંવાદ બેઠક આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારીશ્રી ઉષા નાયડુજી, શ્રી રામકિશન ઓઝાજી અને શ્રી બી.એમ. સંદીપજી ઉપસ્થિત રહ્યાં હતાં.