ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથના રથ પૂજન અને આરતી

અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસીક ૧૪૫મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથે પદયાત્રા કરી ભગવાન જગન્નાથજીને 145 કિલોનો લાડુ પ્રસાદ અર્પણ કરી એઆઇસીસીનાં મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારીશ્રી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર , વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતાશ્રી સુખરામભાઈ રાઠવા તેમજ વરિષ્ઠ આગેવાનોએ ભગવાન શ્રી જગન્નાથજીની આરતી તથા દર્શન કર્યા અને મહંત શ્રી દિલીપદાસજીના આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા અને ત્યારબાદ રથની પૂજા વિધી કરીને ભગવાન જગન્નાથજીનાં ચરણે શીશ ઝુકાવીને રાજ્યમાં તમામ નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ માંગ્યા હતા.