નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલનો પદગ્રહણ સમારંભ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના પદગ્રહણ સમારોહમાં સમર્થન અને શુભકામના આપવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શ્રી શક્તિસિંહ ગોહિલએ હાજરી આપી હતી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પો અર્પણ કરી આશીર્વાદ લીધા હતા. ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધીની લાંબી પદયાત્રામાં શક્તિસિંહ ગોહિલની સાથે હજારો સમર્થકો જોડાયા હતા. ગુજરાતની સંસ્કૃતિને રજુ કરતા રાસ તથા આદિવાસી નૃત્ય સાથે કોંગ્રેસના સમર્થકોએ પદયાત્રાને ખુબ જ રોચક બનાવી હતી. રાજીવ ગાંધી પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલે તમામ શુભચિંતકોનો નત મસ્તકે આભાર માન્યો

સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધીની પદયાત્રામાં શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ચાવડા, શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી સુખરામભાઈ રાઠવા, ડો.તુષારભાઈ ચૌધરી, શ્રી શૈલેષભાઈ પરમાર,  શ્રી અમીબેન યાગ્નિક, શ્રી નારણભાઈ રાઠવા, શ્રી દીપકભાઈ બાબરીયા, શ્રી ઉષાબેન નાયડુ, શ્રી રામકિશન ઓઝા, શ્રી બી.એમ. સંદીપ, શ્રી સોનલબેન પટેલ, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી રોહન ગુપ્તા, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી લલીત કગથરા, શ્રી જીગ્નેશ મેવાણી, શ્રી ઋત્વિકભાઈ પટેલ, શ્રી કદીરભાઈ પીરઝાદા, શ્રી ઈદ્રવિજયસિંહ ગોહિલ, શ્રી અંબરીષ ડેર, શ્રી હરપાલસિંહ ચુડાસમા, શ્રી  નરેન્દ્ર સોલંકી, શ્રી જેનીબેન ઠુંમર, શ્રી વિજય પટેલ સહિત વિવિધ ફ્રન્ટલ – ડીપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ, પ્રદેશના હોદેદારશ્રીઓ આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સાથે સમગ્ર રાજ્યમાંથી વિવિધ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ ઉમળકાભેર સ્થાનિક લોકો પણ જોડાયા હતા.