“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન
કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત ૧૮મા વર્ષે કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી દ્વારા સંપાદિત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. મનિષ દોશી (એન્જીનીયર), શ્રી બિમલ શાહ, શ્રી વિજય દવે, શ્રી નિલેશ પટેલ, શ્રી હિરેન બેંકર, શ્રી પાર્થિવરાજસિંહ કાઠવડિયા, શ્રી અમિત નાયક તથા વરિષ્ઠ આગેવાનશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું
કારકિર્દી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે આપ પ્રદેશ કાર્યાલય, શહેર – જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો સીધો સંપર્ક કરી શકો છો. “કારકિર્દીના ઊંબરે” ધોરણ-૧૨ પછી શું? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.gujaratcongress.com અને www.careerpath.info ઉપર ઉપલબ્ધ થશે. સાથોસાથ પુસ્તકની PDF સરળતાથી મળી રહે તે માટે QR Code સ્કેન કરીને પણ ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે.





