ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા સેવાદળ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૮માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૯૯માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉજવણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ શહેર વિરોધપક્ષના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, સેવાદળના કાર્યકારી અધ્યક્ષશ્રી કિરણભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ આગેવાનશ્રી બાલુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી અશોકભાઈ પંજાબી, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા સહકન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી મનહરભાઈ પટેલ, શ્રી નાગજીભાઈ દેસાઈ સહિત સેવાદળ અને દરેક ફ્રન્ટલ સેલના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.