પ્રશાસન નિષ્પક્ષ ચૂંટણીમાં અડચણ કરી રહ્યું છે, ચૂંટણી પંચ તાત્લાકી પગલા લેઃ આલોક શર્મા : 27-11-2022
- ચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ થાય તો જ દેશના બંધારણને આપણે બચાવી શકીશું, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓએ લોકશાહીનો આધારસ્તંભ છેઃ આલોક શર્મા
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે તે જ પ્રમાણે સંવૈધાનિક સંસ્થાઓ પણ ભારતના બંધારણમાં એક અગ્રીમ કક્ષાનો ભાગ ભજવે છે. પરંતુ જ્યારે સંવૈધાનિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીને અસંવૈધાનિક રીતે મદદ કરી રહી હોય તેવી ફરિયાદો સમગ્ર ગુજરાતમાંથી આવી રહી છે અને તેની સામે સવાલો ઉઠાવી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો