ગુજરાતના ભાજપ શાસનમાં ક્રિમિનલ, કમિશન અને કરપ્શનની બોલબાલા છે – દિગ્વિજયસિંહ : 17-11-2022
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગ્વિજયસિંહજીએ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પ્રેસવાર્તા દરમ્યાન અમદાવાદ રાજીવ ભવન ખાતે પત્રકારો સમક્ષ ગુજરાતના મુદ્દાઓને લઇ જણાવ્યું હતું કે, ગુજરાત સદીઓથી વ્યવસાયનું પ્રમુખ કેન્દ્ર રહ્યું. ગુજરાતને 1400 કિ.મિ.નો દરિયા કિનારો છે. દેશના આયત-નિકાસનો કારોબાર ગુજરાતના બંદરો દ્વારા થતો રહ્યો. ગુજરાતના લોકો સમગ્ર દેશમાં સહિષ્ણુ-વ્યવસાયીક ઇમાનદારી અને ઉદ્યોગસાહસિકના રૂપમાં જાણીતા રહ્યા છે. ગુજરાતમાં વ્યક્તિ દીઠ આવક અન્ય રાજ્યો કરતા શ્રેષ્ઠ બની રહી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો