કૉંગ્રેસ ૧૨૫ બેઠકો મેળવી ગુજરાતમાં સરકાર બનાવશે :શ્રી અશોક ગેહલોત : 12-11-2022

  • ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતાનું પ્રતીક એવું ‘જન ઘોષણાપત્ર’ રાજસ્થાનનાં મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીનાં હસ્તે જાહેર કરાયું.

ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ  માટે કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતાનું પ્રતીક એવું ‘જન ઘોષણાપત્ર’નું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડી  રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતા રાજસ્થાનનાં યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસનાં સિનિયર નિરીક્ષકશ્રી આદરણીય અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વાર તૈયાર કરવામાં આવેલ ‘જન ઘોષણા પત્ર’ એ કોંગ્રેસનું માટે ન્યાય પત્ર છે. કૉંગ્રેસ ૧૨૫ બેઠકો મેળવી ગુજરાતમાં સરકાર બનાવશે. ચૂંટણી જીત્યા પછી પણ મેનીફેસ્ટો પ્રમાણે કામ કરવું જોઈએ. ઘણી રાજકીય પાર્ટીઓ ઘોષણાપત્ર પ્રમાણે કામ કરતી નથી પરંતુ કોંગ્રેસ પક્ષ આદરણીય રાહુલ ગાંધીજીનાં માર્ગદર્શનને અનુસરીને ગુજરાતની પ્રજાનો અભિપ્રાય લઇ ઘોષણા પત્ર જાહેર થાય અને તેના પર સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB Press12112022