૨૭ વર્ષના ભાજપના કુશાસનને રજુ કરતુ કોંગ્રેસ પક્ષના “તહોમતનામાં”ને જાહેર : 06-11-2022

  • ભાજપસરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી આરોગ્ય, શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું
  • ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, સહિતના અલગ અલગ ૨૧ મુદ્દાઓને તહોમતનામામાં આવરી લઈને ગુજરાતની વાસ્તવિકતાને કોંગ્રેસ પક્ષે રજુ કરી.
  • શિક્ષણનું વ્યાપારીકરણ, કથળતી કાયદો વ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારી એ ભાજપના ૨૭ વર્ષના કુશાસનની સિધ્ધી છે

૨૭ વર્ષના ભાજપના કુશાસનને રજુ કરતુ કોંગ્રેસ પક્ષના “તહોમતનામાં”ને જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, ૧૪૦ થી વધુ મોતના મોરબી ઝુલતા પુલકાંડ જેવી બનતી વારંવાર ઘટનાઓને કારણે ગુજરાતના નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં “શાંતમ્ પાપમ્” જેવું છે, ફરિયાદ જ નોંધાતી નથી એટલે બધું બરાબર છે તેમ દેખાડે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESSNOTE_6-11-2022