કોંગ્રેસમાં વિધિવત જોડાતા શ્રી મનુભાઈ ચાવડા..
અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય નેતા અને ભાજપ ના પૂર્વ પ્રદેશ મંત્રી, ઠાકોર કોળી વિકાસ નિગમ ના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા આજ વિધિવત રીતે તેમના ટેકેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે રાજસ્થાન ના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાત ના પ્રભારી શ્રી રઘુ શર્મા, શ્રી રામકીશન ઓઝા, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, વિરોધ પક્ષ નાં નેતા શ્રી સુખરામ રાઠવા, સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ શ્રી લલિત કાગથરા, શ્રી ઋત્વિક મકવાણા, શ્રી અંબરીષ ડેર સહિતના પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓની હાજરીમાં કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.






















