રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદ – શ્રી મલ્લીકાર્જુન ખડગેજી : 07-10-2022
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શ્રી મલ્લીકાર્જુન ખડગેજીએ જણાવ્યું હતું કે, આજે હું બાપુ અને સરદાર પટેલ સાહેબની ધરતી પર ઉભો રહીને તમારા બધા સાથે વાત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી અને ગર્વ અનુભવુ છું. આ બે મહાપુરુષોએ કોંગ્રેસ પક્ષને તેમનું નેતૃત્વ સોંપ્યું તેનાથી મોટું સૌભાગ્ય શું હોય. આ મહાપુરુષોની ધરતીની માટી મારા માથા પર લગાવીને હું મારી વાત શરૂ કરું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો