વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્માજી : 19-09-2022
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ વિભાગોનાં લાખો સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા નવી પેંશન યોજનને નાબૂદ કરી રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેંશન યોજના લાગુ છે તેની જેમ જૂની પેંશન યોજના ગુજરાતમાં લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરાશે. કેન્દ્રની તાત્કાલિન કોંગ્રેસની યુપીએ સરકારે ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર આપવા માટે ‘મનરેગા’ યોજના લાગુ કરાઈ હતી તેવી જ રીતે રાજસ્થાનમાં શહેરી વિસ્તારમાં યુવાનોને રોજગારીની તકો મળે તે માટે ‘શહેરી રોજગાર ગેરેન્ટી યોજના’ લાગુ કરવામાં આવી છે જેમાં 100 દિવસની રોજગારીની ગેરેન્ટી આપવામાં આવી છે.તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર બનતા જ ‘શહેરી રોજગાર ગેરેન્ટી યોજના’લાગુ કરવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો