રાજ્યમાં ખાદ્યતેલ સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવો અસહ્ય : 06-09-2022
રાજ્યમાં ખાદ્યતેલ સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવો અસહ્ય વધી રહ્યા છે, સરકાર ભાવ વધારો કાબૂમાં લેવા કોઈ નક્કર પગલાં લેતી નથી, ભાજપ સરકારને કરોડો રૂપિયા ચૂંટણી ફંડ ને લીધે તેલીયા રાજાઓ બેફામ ભાવ વસૂલવાનો પરવાનો આપ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તેલીયા રાજાઓ દ્વારા તેલના ભાવ વધારાઓ કરીને ચલાવવામાં આવતી લુંટના નાણાં કમલમ્ અને ગાંધીનગર સુધી ચુંટણી ફંડ પેટે પહોંચાડવામાં આવે છે. આગામી વિધાનસભાની ચુંટણીમાં ફંડ ભેગુ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલની ખાનગી સુચનાથી ૨૦૦ તેલ મીલરોને ૧-૧ કરોડ કમલમ્ પહોંચાડીને ૨૦૦ કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરવાનું કાવતરૂં કર્યું છે, આમ, તેલના ભાવ વધારા પેટે નાગરીકોએ તેલ મીલરો મારફતે ભાજપને ચુંટણી ફંડ આપવું પડશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો