સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ
૨૧મી સદીના આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા ભારતરત્ન, પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યાર બાદ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં કોંગ્રેસના યુવા કાર્યકરો, વરિષ્ઠ નેતાગણ, અગ્રણી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રક્તદાતાઓને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.














