ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ – અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી. : 06-07-2022
- ભાજપ સરકારે નામદાર અદાલતમાં ઓ.બી.સી. અનામત બેઠકો માટે પક્ષ ન રજુ કરતા બક્ષીપંચ સમાજના પંચાયતોમાં હક્ક છીનવાશે.
- ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ – અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી.
ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રી દ્વારા તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને પત્ર લખેલ છે તે મુજબ ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ-૧૯૯૩ થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો (OBC) માટે ૧૦ ટકા બેઠકો અનામત રહેશે નહીં.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો