સોશીયલ મીડીયાના માધ્યમથી ભ્રમ, જુઠ્ઠાણું ફેલાવતી ભ્રષ્ટ ભાજપ શાસનની પોલ ખોલવા : 23-04-2022
સોશીયલ મીડીયાના માધ્યમથી ભ્રમ, જુઠ્ઠાણું ફેલાવતી ભ્રષ્ટ ભાજપ શાસનની પોલ ખોલવા માટે આહ્વાહન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સોશીયલ મીડીયાના માધ્યમથી પોતાનો ભ્રષ્ટાચાર, અણઘડ આયોજન સહિતની નિષ્ફળતાઓ છુપાવવા સોશીયલ મીડીયાનો ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સોશીયલ મીડીયા દ્વારા સાચી માહિતી લોકો સુધી પહોંચાડી ભાજપના જુઠ્ઠાણાની પોલ ખોલશે. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં સોશીયલ મીડીયાનો રોલ મહત્વનો રહે છે. અસત્ય સામે સત્યની લડાઈ કોંગ્રેસ પક્ષ સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના સનિષ્ઠ કાર્યકરોની સાયબર આર્મીને સાથે રાખી કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો