સરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી : 16-04-2022
સરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ટેકનીકલ શિક્ષણની અવદશા માટે ભાજપ સરકાર સીધી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-૧ની ૨૩૪ જગ્યાઓ ભરાયેલ અને ૩૦૦ જગ્યાઓ ખાલી છે અને વર્ગ-૩ની ૧૯૦ જગ્યાઓ ભરાયેલ અને ૨૯૮ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં સરકારી કોલેજોમાં મદદનીશ પ્રધ્યાપક વર્ગ-૨ની ૧૧૭૫ જગ્યાઓ ભરાયેલ અને ૫૫૭ જગ્યાઓ ખાલી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો