ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા : 12-04-2022
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરીને સજ્જતા ધારણ કરવામાં આવી રહી છે. ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા આગેવાનો, કાર્યકરોને તાલીમથી સજ્જ કરવાનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, પ્રદેશ સંગઠન પ્રભારી અને હોદ્દેદારો, આગેવાનોની ઉપસ્થિતિમાં સુરાણી પાટી વાડી, ચાણસ્મા ખાતે આજે યોજાઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો