કોંગ્રેસ પક્ષના માન. ધારાસભ્ય શ્રીઓએ શ્રમ અને રોજગાર મંત્રીશ્રીને બેરોજગારો અંગે પૂછેલ પ્રશ્નો : 09-03-2022

  • કોંગ્રેસ પક્ષના માન. ધારાસભ્‍યશ્રીઓએ તા. ૦૯-૦૩-૨૦૨૨ના રોજ માન. શ્રમ અને રોજગાર મંત્રીશ્રીને
    બેરોજગારો અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી

રાજ્યમાં ૩,૪૬,૪૩૬ શિક્ષિત બેરોજગાર અને ૧૭,૮૧૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૩,૬૪,૨૫૨ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં (સને ૨૦૨૦ અને ૨૦૨૧) માત્ર ૧૨૭૮ બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ, કચ્‍છ અને ડાંગ એમ કુલ ૧૬ જીલ્‍લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note