રાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી… : 29-01-2022
રાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે, તો સાથે સાથે ખાતરના ભાવોમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ૪૦ થી લઈ ૧૦૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, એક તરફ વધતી જતી મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતા ખેડૂતોને સરવાળે ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે, જ્યારે ખેતપેદાશો – જણસોમાં અપૂરતા ભાવો મળતા ખેડૂતો સતત દેવાદાર બની રહ્યાં છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો – વચન આપનાર ભાજપા સરકારની નિતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે અને ખર્ચ બમણો થઈ ગયો છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો