દેશના રાષ્ટ્રિય પર્વ ૭૩માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ : 26-01-2022

દેશના રાષ્ટ્રિય પર્વ ૭૩માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતુ. ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશમા અંગ્રેજોને દેશ નિકાલ – ‘‘અંગ્રેજો ગાદી છોડો’’ની નેમ સાથે પુર્ણ આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે ૨૮૪ જેટલા તજજ્ઞોએ રાતદિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note