ગુજરાતમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની વારંવાર બનતી ઘટનાઓ : 25-01-2022

ગુજરાતમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની વારંવાર બનતી ઘટનાઓને પરિણામે ગુજરાતના લાખો નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. તેમ છતાં ભાજપ સરકારના માર્ગ મકાન વિભાગ અને ભાજપ શાસિત કોર્પોરેશનનું સમગ્ર ઘટનામાં ગુનાહિત મૌન ચિંતાજનક છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, સહિતના જિલ્લામાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાની તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશીએ  જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટનાઓમાં ગુનાહિત બેદરકારી આચરનારા જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર પર ભાજપ સરકારના આશીર્વાદ હોવાને કારણે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note