સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ પૂર્વક દર્શન

આજે સોમનાથ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીશ્રી રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે લાખો ભાવિક ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ પૂર્વક દર્શન અને જળાભિષેક કરી ધ્વજારોહણ કર્યું હતું. આ તકે સોમનાથ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી વિમલ ચુડાસમા સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

https://www.youtube.com/watch?v=NYInjkLOvvo