“મીડિયા વર્કશોપ” – “પ્રતિભા શોધ અભિયાન”

જુઠ્ઠાણા અને ભ્રામક પ્રચારનો ડગલેને પગલે ઉપયોગ કરતી ભાજપની પોલ ખોલ કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે એકદિવસ “મીડિયા વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રીશ્રી રઘુ શર્માજી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રવક્તાશ્રી પવન ખેરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતાશ્રી સુખરામભાઈ રાઠવા, કોંગ્રેસ પક્ષનાં કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં સોસીયલ મીડિયાનાં ચેરમેનશ્રી રોહન ગુપ્તા, ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ, અર્જૂન મોઢવાડીયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં પૂર્વનેતાશ્રી નરેશ રાવલ, સંગઠન સહપ્રભારી શ્રી બિશ્વરંજન મોહંતીજી, શ્રી જીતેન્દ્ર બઘેલજી સહિત કોંગ્રેસ પક્ષનાં તમામ સેલના પ્રવક્તાશ્રીઓ અને મીડિયા પેનાલિસ્ટને ઉપસ્થિત રહ્યા હતા તેમજ માર્ગદર્શીત કર્યા હતા.  કટાર લેખક અને રાજકિય વિશ્લેષણ માટે જાણીતા ડૉ. હરિભાઈ દેસાઈ, અર્થતંત્રનાં અભ્યાસું અને લેખક એવા શ્રી હેમંતભાઈ શાહ અને લખાણમાં નવીન કટાર જોવા મળે તેવા યુવા રાજકીય વિશ્લેષક શ્રી રાજેશ ઠાકર દ્વારા મીડિયા પેનાલિસ્ટોને ખૂબ જ ઉપયોગી માહિતી, આંકડા, તથ્યો આપ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતનાં યુવાનોને પક્ષમાં જોડવા અને ભાજપ પક્ષનાં જુઠ્ઠાણાંની પોલ ખોલવા “પ્રતિભા શોધ અભિયાન” “બોલશે તો બદલાશે ગુજરાત” સ્લોગન સાથે નવા લોકોને કોંગ્રેસ ગાંધી-સરદારની વિચારધારાને જન જન સુધી પોહચાડવા જિલ્લા, તાલુકાએ વક્તા, પ્રવક્તા શોધ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ “પ્રતિભા શોધ અભિયાન” માટે રજીસ્ટ્રેશન ૧૫ દિવસ સુધી ચાલશે જેમાં મિસકોલ કરી ત્યારે તેઓના બાદ કોંગ્રેસ જોડવાશે