કિસાન વિજય દિવસ – ટ્રેકટર યાત્રા
ખેડૂતોના સ્વાભિમાનના સન્માન સ્વરૂપે “કિસાન વિજય દિવસ” ના પ્રસંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ટ્રેકટર રેલી સુરત જીલ્લાના માંડવીના તરસડા ચોકડી થી તાપી જીલ્લાના વ્યારા સુધી યોજાઈ હતી. કિસાન વિજય દિવસ નિમિત્તે યોજાયેલ ટ્રેક્ટર રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ખેડૂતો – ખેતીના પ્રતિક ટ્રેક્ટર ચલાવીને અહંકારી સરકારના પરાજયની ઉજવણી કરી હતી. કિસાન વિજય દિવસ નિમિત્તે યોજાયેલ ટ્રેક્ટર રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માજી વિશેષ ઉપસ્થિતી રહ્યાં હતાં. ટ્રેક્ટર યાત્રામાં એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન સહપ્રભારી શ્રી બિશ્વરંજન મોહંતી, સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્યશ્રી આનંદ ચૌધરી, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભીલાભાઈ ગામીત સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો જોડાયા હતા.










