કોગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી કોવિડ -૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન : 16-08-2021
- કોગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી કોવિડ -૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન શરૂ. ૧૬ ઓગષ્ટથી આગામી બે મહિના ‘‘ન્યાય યાત્રા’’ સમગ્ર ગુજરાતના ૧૮ હજાર ગામડાઓ સુધી જશે . કોવિડમાં થયેલ વેદનાઓ ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરાશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી કોવિડ-૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ધારાસભ્યો – જિલ્લા પ્રમુખશ્રીઓની યોજાયેલ બેઠકમાં સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનામાં ભાજપ સરકારે ગુજરાતના લોકોને ભગવાન ભરોસે મુક્યા હતા. ચૂંટણી નજીક આવતા હવે ભાજપના નેતા ભગવાનના શરણે જાય છે, સરકાર લાજવાના બદલે ગાજે છે. ત્રીજી લહેરની તૈયારી કરવાના બદલે ઉત્સવો કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો