‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “ખેડૂત-ખેતી બચાવો અભિયાન” : 05-08-2021

કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘ખેડૂત-ખેતી બચાવો’ અભિયાનમાં જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયા છે. આત્મહત્યા કરવા માટે મજબુર બન્યા છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતો માટે મોટા વાયદાઓ – વચનો આપવાવાળી આ ભાજપ સરકાર અને એના શાસકો આજે જ્યારે ખેડૂત દેવાદાર બન્યો છે ત્યારે એને મદદ કરવાને બદલે એના માનિતા ઉદ્યોગપતિઓ પાછળ સરકાર તિજોરીઓ લુટાવી રહ્યાં છે. માનિતા ઉદ્યોગપતિઓ માટે ૩૦ લાખ કરોડ રૂપિયાના દેવા અને એના કરની રાહતમાં માફી આપવામાં આવે અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની વાત આવે તો સરકાર કહે છે અમારી પાસે પૈસા નથી. ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note