મોંઘવારીના વિરોધમાં “જન ચેતના રેલી”
મંદી – મોંઘવારી – મહામારીમાં હોમાઈ રહેલ સામાન્ય – મધ્યમવર્ગની જનતા ને મોંઘવારીના મારમાંથી મુક્તિ મળે – રાહત મળે તેવી માંગ સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, પૂર્વ સાંસદશ્રી મધુસુદન મિસ્ત્રી, પ્રદેશ આગેવાનશ્રીઓ સર્વ શ્રી નરેશ રાવલ, શ્રી સાગર રાયકા, પૂર્વ સાંસદશ્રી જગદીશ ઠાકોર, પ્રભાબેન તાવીયાડ, ધારાસભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં “જન ચેતના રેલી” નું યોજાયેલ કરવામાં આવ્યું હતું. જનચેતના સભા બાદ કોંગ્રેસ પક્ષના તમામ વરિષ્ઠ આગેવાનો રેલી સ્વરૂપે આશ્રમ રોડ થી નેહરૂબ્રીજ થઈને રૂપાલી સર્કલ ઈન્દિરાજી – રાજીવજીની પ્રતિમા સુધી સાયકલ યાત્રા – પદયાત્રા સ્વરૂપે મોંઘવારી વિરોધ સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. મહિલા કોંગ્રેસની બહેનોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાઈને મોંઘવારી વિરોધી રેલીમાં મોરચો સંભાળીને સતત સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકારની જનવિરોધી નિતિસામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.





































