સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

મંદી-મોંઘવારી-મહામારીમાં સપડાયેલા ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સૌથી વધુ દર્દીઓ સરકારી આંકડા મુજબ ૨૨૮૧ અને હકીકતમાં ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ બ્લેક ફંગસમાં સપડાયા છે. મ્યુકરમાઈક્રોસીસની સારવાર માટેના ઇન્જેક્શન મોંઘાદાટ છે, એમ્ફોટેરિસીન બી ઇન્જેક્શન ના હવે રૂ. ૪૫૬૩ થી રૂ. ૫૯૫૦ ચૂકવવા પડશે. જેના ભાવ પહેલા રૂ. ૨૯૦૦ થી રૂ. ૩૩૦૦ હતા. એટલે કે ૧૫૭૩ રૂ. થી ૨૬૫૦ રૂ. જેટલો માતબર રકમનો વધારો ઝીંકાયો છે. સારવાર માટે દર્દી ને કુલ ૯૦ થી ૧૪૦ જેટલા ઈન્જેકશન આપવા પડી રહ્યાં છે. ઈન્જેક્શન માટે મનફાવે તેવા ભાવ, કાળાબજારીયાઓ – તકવાદીઓ લુંટી રહ્યાં છે. સરકાર રોજ નતનવી જાહેરાતો કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note