ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાનું પત્રકાર પરિષદને સંબોધન : 10-05-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ખુબ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરિસ્થિતિ બેકાબુ છે. કોરોના મહામારીને આજે ૧૩ મહિનાનો સમય વ્યતીત થયો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આજે ભય, અંધાધૂધી અને આરજકતાનો માહોલ છે. આજે લોકો ઓક્સિજન માટે, બેડ માટે, વેન્ટીલેટર માટે, ઈન્જેક્શન માટે, દરદર ભટકી રહ્યાં છે અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. આ સમગ્ર અંધાધૂધી અને આરજકતા માટે કોરોના મહામારીની સાથે સાથે રાજ્ય સરકારનો અણઘડ વહિવટ અને સંકલનનો અભાવ જવાબદાર છે. આ જે સ્થિતિ જોઈએ એવુ સ્પષ્ટ કહેવુ પડે કે અત્યારે જે પરિસ્થિતિ ગર્વમેન્ટ મેડ ડીઝાસ્ટર છે અને એનાજ કારણે સરકારી આંકડા મુજબ આજની તારીખે ૮૨૦૦ કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note