ભાજપ સરકાર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી : 09-05-2021
વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને યોગ્ય સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે અને આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત સામે સંઘર્ષ કરી રહેલા સમગ્ર ગુજરાતમાં ખુબ જ ભયજનક સ્થિતિ પેદા કરી છે. આફતને આર્થિક ફાયદાનાં અવસરમાં રૂપાંતરિત કરવા દવાઓ, ઇન્જેક્શનના કાળાબજાર અને સંગ્રહખોરીને રોકાવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો