મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ મોરબી ખાતે સાથી ધારાસભ્યશ્રી લલીતભાઈ કગથરા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરી, હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી, દાખલ દર્દીઓના ખબર-અંતર પૂછ્યાં અને હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો.