કોરોના મહામારી અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસ આગેવાનો : 05-05-2021

ગુજરાતમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ ઉપલબ્ધ કરાવે, ટેસ્ટિંગ માટે ની કીટ અને લેબોરેટરી વધારો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરો, એમ્બ્યુલન્સ વધારો, ગરીબ જરૂરિયાત મંદ લોકોને આર્થિક સહાય પેકેજ આપવામાં આવે જેવી વિવિધ પ્રજાના જીવ બચાવવા અને સુખાકારી માટેની માંગણી સાથે ગુજરાત કોંગ્રેસ પક્ષ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આવેદન આપવામાં આવ્યું..

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note