ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અમદાવાદ સિવિલ હોસ્પીટલની મુલાકાતે : 26-04-2021
- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અમદાવાદ સિવિલ હોસ્પીટલની મુલાકાતે
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં એક ડેલીગેશન સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટની રૂબરૂ મુલાકાતે ગયેલ જેમાં કોરોના મહામારી સંદર્ભે પ્રજાના હિતમાં અમુક સુચનો આપ્યા. જેમાં સૌ પ્રથમ શ્રી ભરતસિંહ સોલંકીએ સિવિલ હોસ્પીટલના મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની કામગીરીને બિરદાવી અને સાથે સાથે ગુજરાત સરકારના સરકારી બાબુઓના ગેરવહિવટના લીધે સિવિલ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પીટલની બહાર ૧૦૮ એમ્બ્યુલન્સની લાંબી લાઈન અને અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા છે તેની નિંદા કરી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો