નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂબેન અંબારામભાઈ પઢારને અભિનંદન : 18-03-2021
આજરોજ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં વિરમગામ મતવિસ્તારના વિરમગામ તાલુકાની શાહપુર જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાઈ આવેલ શ્રીમતી પારૂબેન અંબારામભાઈ પઢારને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન આપતા વિરમગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી લાખાબાઈ ભરવાડે જણાવ્યું હતું કે, વિરમગામ મતવિસ્તારના શાહપુર જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા શ્રીમતિ પારૂબેન અંબારામભાઈ પઢાર સંનિષ્ઠ આગેવાન છે. આગામી સમયમાં પંચાયતી રાજના લાભો અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પૂરતા લાભ મળે તે રીતે બધાને સાથે રાખીને કામગીરી કરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો