કોઓર્ડીનેશન કમિટી બેઠક
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંતર્ગત રાજીવ ગાંધી ભવન ખાતે પ્રભારી શ્રી રાજીવ સતાવ, પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વર્તમાન ભાજપ સરકારની નિષ્ફળતા, જન વિરોધી નીતિને ઉજાગર કરીને અને સ્થાનિક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષના વિજય માટેની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી
















