પ્રતિક ઉપવાસ – ધરણા કાર્યક્રમ : 06-12-2020

  • કેન્દ્ર સરકારના કાળા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનને કોંગ્રેસપક્ષનું સમર્થન.
  • ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ૮મી ડિસેમ્બરના રોજ ચક્કાજામ કરશે.

કેન્દ્રની મોદી સરકારે ખેડૂત-ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરવા માટે બહુમતિના જોરે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસપક્ષ દ્વારા આયોજીત પ્રતિક ઉપવાસ – ધરણા કાર્યક્રમમાં ખેડૂતોના સમર્થનમાં એ.આઈ.સી.સી.ના ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી એ જણાવ્યું હતું કે, આ બિલ લોકસભા અને રાજ્યસભામાં આવ્યું ત્યારે સરકારે કહ્યું હતું કે ખેડૂત ગમે ત્યાં ખેત પેદાશ વેચી શકશે તેવી કેન્દ્ર સરકારની જાહેરાત સામે હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એ સ્પષ્ટ કર્યું છે, તો શું હવે ગુજરાત નો ખેડૂત મધ્યપ્રદેશ માં હવે ખેત પેદાશ નહિ વેચી શકે? મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ તો ખેડૂતોને જેલ માં નાખવા સુધીની વાત કરી છે. છેલ્લા ૬ વર્ષ માં કેન્દ્ર સરકાર એ એક પણ સારું કામ ખેડૂતો માટે નથી કર્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note