ભારતના બંધારણના આમુખમાં ભારત એક લોકશાહી દેશ : 27-07-2020

ભારતના બંધારણના આમુખમાં ભારત એક લોકશાહી દેશ છે એટલે જ આપણા દેશમાં રાજશાહી, સરમુખત્યારશાહી કે સરકારી શાસન નહીં એવું સ્પષ્ટ બંધારણ સભાએ ઠરાવેલું છે. આ લોકશાહી વ્યવસ્થા ટકાવવામાટે બંધારણમાં વિભિન્ન જોગવાઈઓ રહેલી જ છે. આ જોગવાઈઓનું હનન થાય ત્યારે લોકશાહી ખતરામાં પડે છે. રાજસ્થાન અને દેશભરમાં બંધારણીય પદોનો દુરુપયોગ કરીને કોંગ્રેસ પક્ષની સરકારને અસ્થિર કરવાના પ્રયત્નો સતત થતા રહે છે તેના વિરુદ્ધ દેશમાં તમામ રાજભવનો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજભવનની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note