‘જેવો ગુન્હાનો વ્યાપ એવો હોદ્દાનું માપ’ ભાજપનો નવતર પ્રયોગ : અર્જુન મોઢવાડિયા : 23-07-2020
- ‘જેવો ગુન્હાનો વ્યાપ એવો હોદ્દાનું માપ’ ભાજપનો નવતર પ્રયોગ : અર્જુન મોઢવાડિયા
- ભાજપમાં રાજકીય બાયોડેટાને બદલે એફ.આઈ.આર. માં લાગેલી કલમો લાયકાત ગણાય છે : અર્જુન મોઢવાડિયા.
- રાજનીતી અને અપરાધીકરણનો સમન્વય શીખવો હોય તો ભાજપ પાસેથી શીખો : અર્જુન મોઢવાડિયા
- જેલ જાવો અને પદ મેળવો, ભાજપની નવી નીતી : અર્જુન મોઢવાડિયા
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે શ્રી પી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળા તરીકે ગણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરી શકે તેવો કોઈ કાર્યકર ભાજપ પાસે નહોતો કે જેથી જેમની સામે એક સમયે ૧૦૭ જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે દારૂની હેરફેરમાં સંડોવણી ઉપરાંત ડાયમંડ જ્યુબીલી બેંક અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. અને જી.આઈ.ડી.સી. ની જમીનોમાં કૌભાંડ કરનાર શ્રી સી.આર. પાટીલની નિમણુંક કરવી પડી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો