પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ : 26-06-2020

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ-૨૦૧૮ થી જુલાઈ-૨૦૧૯ સમયાગાળાના સમગ્રદેશમાં ૧,૦૧,૫૭૯ હાઉસહોલ્ડમાં ૪,૨૦,૭૫૭ નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ વિસ્તારના ૫૫,૮૧૨ હાઉસ હોલ્ડના ૨,૩૯,૮૧૭ નાગરિકો જ્યારે ૪૫,૭૬૭ હાઉસહોલ્ડના ૧,૮૦,૯૪૦ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note