ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરી કોંગી નેતાઓ પર કરે છે દબાણ, અમિત ચાવડાનાં આકરા પ્રહારો
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્યોના રાજીનામાના અહેવાલો ફગાવ્યા છે. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસના કોઇ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ધારાસભ્યોના રાજીનામાની વાત પાયાવિહોણી છે. અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહે છે.
ત્યારે લોકોને સારી સારવાર આપવાને બદલે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં લાગી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરી કોંગી નેતાઓ પર દબાણ કરે છે. ખોટા કેસમાં ડરાવવા ધમકાવવા એ ભાજપની નીતિ છે.પરંતુ કોંગ્રેસના કોઇ ધારાસભ્યો નહીં તૂટે અને કોંગ્રેસ રાજ્યસભાની બંને બેઠકો જીતશે તેવો વિશ્વાસ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો.
Read More : https://www.gstv.in/congress-amit-chavda-prahar-gujarati-news/