ધમણ-1 નામનું ઓક્સીજન સપ્લાય મશીનને વેન્ટીલેટરમાં ખપાવી દુનિયાભરમાં માર્કેટિંગ કર્યું – અમિત ચાવડા : 20-05-2020
- ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પોતાના વતનના મિત્રની કંપનીનું ધમણ-1 નામનું ઓક્સીજન સપ્લાય મશીનને વેન્ટીલેટરમાં ખપાવી દુનિયાભરમાં માર્કેટિંગ કર્યું – અમિત ચાવડા
- કોરોના મહામારીના સમયમાં ક્યારેય સિવિલ હોસ્પિટલમાં નહિ ફરકેલા મુખ્યમંત્રીશ્રી ધમણ-1નું લોન્ચિંગ કરવા પોતે ઉપસ્થિત રહ્યા અને ધૂમ-ધડાકા ભેર પ્રચાર પ્રસાર કર્યો – અમિત ચાવડા
- મુખ્યમંત્રીશ્રીએ ધમણ-1નું લોન્ચિંગ ૫ એપ્રિલે કરી નાખ્યું અને એજ કંપનીએ જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લી. દ્વારા ઇલેક્ટ્રોનિકસ એન્ડ ક્વાલીટી ડેવલપમેન્ટ સેન્ટર (EQDC)ને પ્રમાણિત કરવા માટે અરજી જ ૧૪ એપ્રિલે કરી. મુખ્યમંત્રીશ્રીની મિત્રની કંપની ૧૪ એપ્રિલે અરજી કરે છે અને ૧૫ એપ્રિલે મંજુરી મળી જાય છે તો ૫મી એપ્રિલે લોન્ચ કરવાની ઉતાવળ કેમ કરી અને માત્ર ૨૪ કલાકના સમયગાળામાં કયા કયા પરીક્ષણો કર્યા અને સર્ટીફીકેટ આપી દીધું તે મુખ્યમંત્રી જણાવે – અમિત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો