શ્રી અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો સાથે ચર્ચા : 06-05-2020
સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેની પાછળ જવાબદાર કારણો વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો સાથે ચર્ચા કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસ મહામારીને કારણે સમગ્ર ગુજરાત, ભારત દેશ અને વિશ્વ હેરાન -પરેશાન છે અને આર્થિક પાયમાલીનો ભોગ બન્યા છે, ૩૦ જાન્યુઆરીએ WHO એ પણ ઇન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, અમેરિકાએ પણ ૩૧ જાન્યુઆરીએ પોતાના દેશમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો