ધાનાણીએ કહ્યું, ‘કોંગ્રેસે પરપ્રાંતીયોની ટિકિટ માટે કૉલ સેન્ટર શરૂ કર્યા’, શ્રમિકોએ ક્યાં ફોન કરવો તે ન જણાવ્યું

અમદાવાદ : રાજ્યમાંથી પરપ્રાંતિયોના વતન પરત જવા માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના મારફતે પરપ્રાંતીયોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પરપ્રાંતીયો પાસેથી ટિકિટનું ભાડું વસૂલવામાં આવતું હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકારણમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી હિજરત કરી રહેલા કામદારોને જો ભાડું ચુકવવાનું થાય તો આપવાની ઘોષણા કરી છે. આ મુદ્દે માહિતી આપતા પરેશ ધાનાણીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતાં જણાવ્યું હતું કે ‘સરકાર અમને ડેટા આપે અમે આ ભાડું ભોગવીશું. કોંગ્રેસે હિજરત કરી રહેલા પરપ્રાંતિય બેરોજગારો માટે કોલ સેન્ટર પણ શરૂ કર્યા છે’ જોકે, આ નિવેદન બાદ પરેશ ધાનાણીએ શ્રમિકોએ ક્યાં અને કયા નંબર પર ફોન કરવો તે ન જણાવ્યું

જિલ્લા પ્રમુખોને કહેવાયું છે

ધાનાણીએ જણાવ્યું કે અમારા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જિલ્લાના તમામ પ્રમુખોને પોતાના જિલ્લામાં રહેલા પરપ્રાંતિયોને ઘરે પહોંચાડવા માટે કોલ સેન્ટરના નંબર આપવાનું સૂચન કર્યુ છે.જોકે, ધાનાણીએ એવો દાવો કર્યો હતો કે આ મુદ્દે હું રાજીનામું ધરી દેવા પણ તૈયાર છું. આમ પરપ્રાંતીયોનો મુદ્દો ગરમાયો છે.

 https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-lockdown-leader-of-opposition-said-we-have-started-call-centers-for-migrant-workers-jm-979542.html